Bharat Bandh LIVE: બંગાળમાં TMC કાર્યકરો અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝડપ, અમૃતસરમાં ટ્રેનો રોકી

આજે 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ભારત બંધ (Bharat Bandh) નું એલાન કર્યું છે. આ 24 કલાકની દેશવ્યાપી હડતાળ છે જે સવારથી શરૂ થઈ ગઈ છે. અનેક રાજ્યોમાં તેની અસર જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ ભારત બંધમાં 25 કરોડથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા છે. આ દરમિયાન ભારત બંધની અસર પણ જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળના હાવડામાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી છે. આ હડતાળ 24 કલાકની દેશવ્યાપી હડતાળ છે. 

Bharat Bandh LIVE: બંગાળમાં TMC કાર્યકરો અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝડપ, અમૃતસરમાં ટ્રેનો રોકી

નવી દિલ્હી: આજે 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ભારત બંધ (Bharat Bandh) નું એલાન કર્યું છે. આ 24 કલાકની દેશવ્યાપી હડતાળ છે જે સવારથી શરૂ થઈ ગઈ છે. અનેક રાજ્યોમાં તેની અસર જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ ભારત બંધમાં 25 કરોડથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા છે. આ દરમિયાન ભારત બંધની અસર પણ જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળના હાવડામાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી છે. આ હડતાળ 24 કલાકની દેશવ્યાપી હડતાળ છે. 

ભારત બંધમાં ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC), અખિલ ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUS), હિન્દ મજૂર સભા (HMS), ભારતીય વ્યાપાર સંઘોનું કેન્દ્ર (TUCC), સ્વ કર્મચારી મહિલા સંઘ (SEWA), ઓલ ઈન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ (AICCTU), લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન (LPF), યુનાઈટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (UTUC), સેક્ટોરલ ઈન્ડિપેન્ડન્ટ ફેડરેશન અને એસોસિએશન ભાગ લેશે. ભાજપ સાથે સંબંધ ધરાવતા ભારતીય મજૂર સંઘ આ ભારત બંધમાં ભાગ લેશે નહીં.

લાઈવ અપડેટ્સ...

- ભારત બંધ દરમિયાન અમૃતસરમાં ટ્રેનો રોકવામાં આવી. 

— ANI (@ANI) January 8, 2020

- પશ્ચિમ બંગાળના બુર્દ્ધવાનમાં TMC કાર્યકરો અને વિદ્યાર્થી ફેડરેશન ઓફ ઈન્ડિયાના વિદ્યાર્થીઓ વચ્ચે ઝડપનો મામલો સામે આવ્યો છે. 
- ભારત બંધ દરમિયાન દિલ્હીમાં બંધ સમર્થકોએ કાઢી માર્ચ. 
- ભારત બંધ દરમિયાન પ્રદર્શનકારીોએ કૂચ બિહારમાં બસમાં તોડફોડ કરી. 

— ANI (@ANI) January 8, 2020

- કેરળના તિરુવનંતપુરમમાં બંધ સમર્થકોએ શાંતિપૂર્ણ માર્ચ કાઢી.
- પંજાબ હરિયાણા અને ચંડીગઢમાં બંધને લઈને મિક્સ પ્રતિભાવ જોવા મળ્યો. રાજ્યોમાં ક્યાં કોઈ અપ્રિય ઘટનાના સમાચાર નથી. અનેક ખેડૂતો સંઘોના કાર્યકરો દેશવ્યાપી વિરોધને સફળ બનાવવા માટે પંજાબ અને હરિયાણામાં અનેક સ્થળો પર વેપારીઓને દુકાનો અને વ્યાપારિક સંસ્થાનો બંધ કરાવતા જોવા મળ્યાં. 
- મહારાષ્ટ્રના પીડબલ્યુડી મિનિસ્ટર અશોક ચૌહાણે કહ્યું કે રાજ્ય સરકાર ભારત બંધનું સમર્થન કરી રહી છે. 
- ઉત્તર પરગણાના હ્રદયપુર સ્ટેશન પાસે રેલના પાટાઓ પરથી ચાર દેશી બોમ્બ મળ્યાં. 

— ANI (@ANI) January 8, 2020

-કોલકાતાના નાકતાલા વિસ્તારમાં બંધ સમર્થકોએ રોડ બ્લોક કરી દીધો અને દુકાનદારોને બંધમાં જોડાવવા કહ્યું. બંધ સમર્થકોએ જબરદસ્તીથી દુકાનો બંધ કરાવવા માંડી. 


- ભારત બંધની અસર સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે. આ દરમિયાન સિલિગુડીમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ડ્રાઈવર હેલમેટ પહેરીને બસ ચલાવતા જોવા મળ્યાં. 
- પ્રદર્શનકારીઓ રેલના પાટાઓ  પર ઉતરી પડ્યાં છે. ટ્રેનોની અવરજવરમાં મુશ્કેલીઓ ઊભી કરી રહ્યાં છે. તેમણે ઉત્તર 24 પરગણા અને કાંચરાપાડામાં ટ્રેનો રોકી. 

— ANI (@ANI) January 8, 2020

- ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાના આદેશ અપાયા છે. આ ઉપરાંત જિલ્લામાં બેંકો બંધ છે. ભુવનેશ્વર, ભદરકમાં બસ અને ટ્રેન સેવાઓ રોકવામાં આવી છે. 
- પશ્ચિમ બંગાળનાા હાવડા સ્ટેશન પર પ્રદર્શનકારીઓએ ટ્રેનો રોકી.  

ભારત બંધ કેમ?
- બેંક યુનિયનો બેંક મર્જરનો સતત વિરોધ કરી રહ્યાં છે. 
- કેન્દ્રની આર્થિક અને જન વિરોધી નીતિઓનો વિરોધ.
- ટ્રેડ યુનિયન પ્રસ્તાવિત લેબર લોનો વિરોધ કરી રહ્યાં છે. 
- સ્ટુડન્ટ યુનિયન્સ શિક્ષણ સંસ્થાનોમાં ફી વધારાની વિરુદ્ધમાં
- વિદ્યાર્થી સંગઠનો શિક્ષણના વ્યવસાયીકરણના વિરોધમાં છે. 
- પબ્લિક સેક્ટરના ખાનગીકરણનો વિરોધ થઈ રહ્યો છે. 
- નાગરિકતા કાયદા, NRC અને NPR નો વિરોધ

જુઓ LIVE TV

શું અસર જોવા મળી શકે
- બેંકિંગ, પરિવહન અને અન્ય પ્રમુખ સેવાઓ પર થઈ શકે છે અસર
- દેશભરમાં બેંકના કામકાજ પર અસર પડશે.
- બેંકમાંથી  કેશ કાઢવામાં કે ડિપોઝિટ કરવાનું મુશ્કેલ પડશે. 
- 8-9 જાન્યુઆરીના રોજ એટીએમમાં કેશની અછત સર્જાઈ શકે છે. 
- બેંકમાં જમા, ઉપાડ અને ચેક ક્લિયરિંગની કામગીરી થઈ શકે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news